ઉત્તરાયણ : એક આનંદપર્વ Uttarayan - Makar Sankranti

sankranti wishes, makar sankranti, makar sankranti 2019, sankranti, happy makar sankranti, sankranti 2019, makar sankranti 2020, sankranti festival
ઉત્તરાયણ : એક આનંદપર્વ Makar Sankranti

ગુજરાતની ઉત્સવપ્રિય જનતાનો પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ (Uttarayan – also known as Makar Sankranti). બે દિવસ સુધી લોકોને જીવનની ચિંતા છોડી આનંદ મેળવવાની પ્રેરણા આપતો આ તહેવાર એક જ એવો તહેવાર છે જેની ઉજવણી તારીખ મુજબ કરવામાં આવે છે. બહુ ઓછા એવા તહેવાર હોય છે જેની અબાલ-વૃદ્ધ સહુ કોઈ રાહ જોતા હોય છે અને ઉત્તરાયણ એમાંથી એક છે. દિવાળી અને હોળીની જેમ જ આ તહેવાર આખા દેશમાં હોંશે હોંશે ઉજવાય છે.
જેમ ચેસની રમતમાં ઉમર કે લિંગનો ભેદભાવ નથી હોતો એવી જ રીતે પતંગની પેચ રમતમાં પણ આવી કોઈ મર્યાદા નથી હોતી. કોઈ નાનું બાળક એક યુવાનનો પેચ પણ કાપી શકે છે તો કોઈ યુવતી 70 વર્ષના અનુભવી વડીલનો પેચ પણ સરળતાથી કાપી શકે છે. આ તહેવારની બીજી એક ખાસિયત એ છે કે પેચ કાપ્યા પછી જયારે પેચ કાપનાર વ્યક્તિ ઉજવણી કરે ત્યારે જેનો પેચ કપાયો છે એ વ્યક્તિ પણ હસતા મુખે પોતાની હાર સ્વીકારે છે અને તેની સાથે ઉજવણીમાં ભાગ લે છે અને ‘ગેમ સ્પિરિટ’ શબ્દને સાર્થક બનાવે છે.

જાણો ‘પેચ’ શબ્દ સાથે જોડાયેલ 33 રુઢિપ્રયોગો એક ક્લિકે!

મેષ. વૃષભ, મિથુન એમ 12 રાશિઓ છે. એક રાશિ એટલે તારાનો એક ઝૂમખો. પૃથ્વીના સૂર્યની આજુબાજુ ફરવાના માર્ગ પર આવાં 12 ઝૂમખા હોય છે. જે જગ્યાએથી ઉત્તરાયણનો આરંભ થાય છે એ જગ્યાએ મકર નામનો તારાનો ઝૂમખો હોય છે. આ પ્રસંગે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, માટે તેને ઉત્તરાયણ કહેવાય છે. 12 રાશિમાંથી ઉત્તરની તરફની છ રાશિ તરફ સૂર્યનું જવું એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણના સમય દરમિયાન શિશિર, વસંત અને ગ્રીષ્મ ઋતુઓ આવે છે. એક બાજુ હેમંત અને શિશિરનો સંધિકાળ હોય છે તો બીજી બાજુ સૂર્યનો દક્ષિણાયનથી ઉત્તરાયણ થવાનો સંધિકાળ હોય છે. દક્ષિણાયનમાં ચંદ્ર શક્તિશાળી હોય છે જ્યારે ઉત્તરાયણમાં સૂર્ય પ્રભાવશાળી હોય છે.

ઉત્તરાયણ અને કમુરતાં - Uttarayan - Makar Sankranti

હોળીની જેમ ઉત્તરાયણ પ્રકૃતિના પરિવર્તનનું પર્વ છે, ઉત્તરાયણના દિવસથી ઠંડી ઓછી થાય છે. વાતાવરણમાં ઉષ્ણતા વધે છે. દિવસ લાંબો અને રાત ટૂંકી થવાની શરૂઆત થાય છે. મકરસંક્રાંતિના દિવસથી ‘કમુરતાં‘ પૂરા થાય છે.
ઉત્તરાયણનાં વિવિધ નામ
ભાષા, સંસ્કૃતિ અને પ્રજાની વૈવિધ્યતા ધરાવતા આપણા દેશમાં ઉત્તરાયણ તહેવારના અલગ અલગ પ્રાંત મુજબ અલગ અલગ નામ છે. જેમ કે, સૌરાષ્ટ્રમાં ‘ખીહર’ અથવા ‘ખિસડ’ કહેવાય છે. પશ્ચિમ બંગાળમાં ‘તિલુઆ સંક્રાંતિ’, પંજાબમાં ‘લોહડી’ અને દક્ષિણ ભારતમાં ‘પોંગળ’ તરીકે ઓળખાય છે. નામની સાથે આ તહેવારની ઉજવણી પણ અલગ અલગ રીતે થાય છે.

ઉત્તરાયણ અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ - Uttarayan - Makar Sankranti

મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું દાન આપવાનો રિવાજ છે અને આવું કરવા પાછળનું કારણ પણ રસપ્રદ છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે ત્યારે એક પ્રકારનું મિશ્રણ થાય છે તેથી એ દિવસે તાજા ઉત્પન્ન થયેલા ચોખા અને લીલા આખા મગનું મિશ્રણ દાન કરવામાં આવે છે જે ખીચડી કહેવાય છે. ખીચડીના દાનના આ મહત્ત્વને કારણે સૌરાષ્ટ્રમાં આ તહેવાર ‘ખીસર’ના નામે ઓળખાય છે.
પૌરાણિક માન્યતા પ્રમાણે, ભીષ્મપિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, મતલબ કે જ્યાં સુધી તેઓ ના ઈચ્છે ત્યાં સુધી તેમનું મૃત્યુ ના થઈ શકે. મહાભારતના યુદ્ધમાં ઘવાયા બાદ બાણશૈયા પર કષ્ટ ભોગવતા ભીષ્મએ ઉત્તરાયણના આગમન સમયે જ મૃત્યુનું શરણ લીધું હતું. એવી માન્યતા પણ છે કે ઉત્તરાયણકાળમાં જે વ્યક્તિ અવસાન પામે તેનો આત્મા સ્વર્ગ પામે છે.
પતંગ ચગાવીને આપણાથી કરોડો મીટર દૂર રહેલા સૂર્યની આરતી ઉતારવાનો પ્રયાસ થાય છે, એવી માન્યતા છે કે પહેલા સૂર્યની આરતી ઉતારવા લોકો પતંગમાં દીપ મૂકી આરતી કરતા પરંતુ દિવસ દરમિયાન સૂર્યના તેજના કારણે દીવાનો પ્રકાશ શું દેખાય! માટે સૂર્ય ઢળે એ બાદ આરતી કરવામાં આવતી જેને આજે ‘ગુબ્બારું’ કહેવામાં આવે છે. અને આ કારણથી ગુબ્બારાઓ ચગાવવામાં આવે છે એવી માન્યતા છે.
આપણા લોકો પહેલાથી જ દરેકને સમાવી લેવાનો ગુણ ધરાવે છે એવી જ રીતે આપણે પતંગને પણ અપનાવી લીધા છે. પતંગ ભારતની શોધ નથી ભારતમાં પતંગ ગ્રીકો લાવ્યા હતા. પરંતુ ગ્રીકોના લાવેલા પતંગને આપણે આપણી સાથે એવા ભેળવી દીધા કે પતંગ આપણી સંસ્કૃતિનો ભાગ બની ગયા. આપણા લગ્નગીતોમાં પણ પતંગનો સમાવેશ થઈ ગયો! ‘નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે’ આ લગ્નગીત જેની સાક્ષી પુરે છે.

1 Comments:

Anonymous said...

nice